ફુરિયો

મહિંદ્રાની intermediate commercial vehicles અને ટ્રકોની શ્રેણી 11થી 14 ટન પ્રકારમાં આવે છે અને દરેક વેપારી ઉપયોગ માટે અનુકૂળ છે. મહિંદ્રા ફુરિયો ઉત્તમ દેખાવ સાથે ઘડાયા છે અને અનન્ય પરફોર્મન્સની ખાતરી રાખે છે.

વિશિષ્ટતાઓ અને ખૂબીઓ:

વધુ માલની ડિલિવરી કરે છે, વધુ કમાણી આપે છે.

મહિંદ્રાના ફુરિયો બે કાર્ગો બોડી લંબાઈના વિકલ્પ સાથે દરેક વેપારી ઉપયોગની જરૂરત માટે અનુકૂળ છે. ઉપરાંત ઉચ્ચ ભાર વહન ક્ષમતા ડિલિવરી દીઠ વધુ કમાણી આપે છે.

બુદ્ધિશાળી ડ્રાઈવર ઈન્ફોર્મેશન સિસ્ટમ (ડીઆઈએસ).

મહિંદ્રાના આઈસીવી ટ્રકની ડ્રાઈવર ઈન્ફોર્મેશન સિસ્ટમ ટ્રકની મહત્ત્વપૂર્ણ માહિતી તુરંત તપાસવા ડ્રાઈવરને મદદ કરે છે અને તેના પરફોર્મન્સની સતત દેખરેખ રાખે છે. ટ્રકની સર્વ પરફોર્મન્સની આંકડાવારીનું હંમેશાં સ્પષ્ટ ચિત્ર મેળવો અને ઝડપથી ઊડતી નજર કરો.

મહત્તમ આરામ મહત્તમ કમાણી કરાવે છે.

મહિંદ્રાના આઈસીવી સેગમેન્ટના ફુરિયો ઘણી રીતે વિચારપૂર્વક છે. મોકળાશભરી વોક- થ્રુ કેબિન આસાન એન્ટ્રી અને એક્ઝિટ આપે છે. લાઉન્જિંગ વ્યવસ્થાથી ડ્રાઈવ દરમિયાન સહ- ડ્રાઈવરને આરામ આપે છે, જ્યારે સ્ટોપઓવર દરમિયાન ટ્રક છોડ્યા વિના ડ્રાઈવર આરામ કરી શકે છે.

ઉચ્ચ અપટાઈમ અને વધુ કમાણી માટે બહેતર સુરક્ષા.

મહિંદ્રા ફુરિયો સુરક્ષા માટે શ્રેણીનાં ધોરણોને વધુ ઊંચાઈએ લઈ જાય છે. તેણે ઉત્તમ તફાવત સાથે ભારતીય નિયમનોને પાર કર્યા છે. ડ્યુઅલ ચેમ્બર હેડલેમ્પ્સ સુરક્ષાનું તત્ત્વ વધારવા માટે દૂર સુધી પ્રકાશ ફેંકે છે. પહોળા રીડ ફોગ લેમ્પ્સ, આઈસીવી સેગમેન્ટમાં પ્રથમ હોઈ રાત્રે વળાંક સમયે દ્રષ્ટિગોચરતા વધારે છે.

કયાં કામો માટે ઉત્તમ.

મહિંદ્રા ફુરિયો ફળો અને શાકભાજીઓ, કોઈ પણ આકાર અને વજનનાં ઈ-કોમર્સ પાર્સલો, ઔદ્યોગિક માલો, વાહનના ભાગ, એફએમસીજી, બજારના ભાર, ફાર્મા ઉત્પાદનો વગેરે ડિલિવરી કરવા ઉત્તમ આઈસીવી છે.

એફએક્યુ

મહિંદ્રા ફુરિયો શક્તિશાળી mDi ટેક એન્જિન, 4 સિલિંડર, (EGR + SCR ટેકનોલોજી સાથે) BS-VI અને 160થી 190 લિટર# 235/330 લિટર સુધી ઈંધણની ટાંકીની ક્ષમતા (વૈકલ્પિક) ધરાવે છે.

મહિંદ્રા ફુરિયો BS-VI ઉત્સર્જન ધોરણો- અભિમુખ શ્રેણી ધરાવે છે.

મહિંદ્રાના એલસીવી સેગમેન્ટમાં 7 Furio models ઉપલબ્ધ છે.