ટ્રૅક્ટર ટેલર ટ્રક્સ

મહિન્દ્રાની હૅવી કમર્શિયલ ટ્રૅક્ટર ટ્રેલર ટ્રક્સ પણ તમને આપે છે એ જ સૌથી વધુ માઇલેજનું વચન. ફ્યુઅલની કિફાયતના મામલામાં એ ઘણી આગળ છે અને ચલાવવાના ખર્ચના મામલામાં સૌથી પાછળ.

ફીચર્સ, વિવરણ, ઉપયોગીતાઓ અને ખાસ ખૂબીઓ (યુએસપી):

દરેક ઑટોમોટિવ ડિલિવરી સાથે સુનિશ્ર્ચિત વધારાની બચત:

મહિન્દ્રાના ટ્રૅક્ટર ટૅલર્સમાં રહેલ mPOWER સ્વિચ આને પૂરા લોડ્સ સાથે વહનના સમયે હૅવી મોડમાં ચલાવવાનો વિકલ્પ પ્રદાન કરે છે જ્યારે ભારે લોડ સાથે ઢાળ ઊતરતી વખતે તમે ટર્બો મોડનો ઉપયોગ કરી શકો છો . અથવા તો કોઈ પણ લોડ વગર ટ્રૅક્ટર ટ્રેલર્સ ચલાવી રહ્યા હોવ તો લાઇટ મોડ પર ચલાવીને મહત્તમ કાર્યક્ષમતા મેળવી શકો છો.

સહેલાઈથી કન્ટેનર્સ લઈ જાઓ/જાય અને વધુ ફ્યુઅલ બચાવો/બચાવે:

મહિન્દ્રાની એચસીવીની ટ્રૅક્ટર ટ્રેલર ટ્રકસમાં છે 7.2 લીટરવાળું mPOWER ફ્યુઅલ સ્માર્ટ એન્જિન, શાનદાર ડિસ્પ્લેસમેન્ટ અને ચઢિયાતી રિઝર્વ ક્ષમતા. આ એન્જિન, મલ્ટી-મોડ સ્વિચીઝના કૉમ્બિનેશન સાથે અનન્ય પરફૉર્મન્સ આપે છે.એ તમારી પાવર, પિકઅપ કે પુલિંગ ક્ષમતાની બદલાતી જરૂરિયાતોને સંતોષવાની સાથોસાથ માઇલેજનો પૂરો ખ્યાલ રાખે છે.

વધુ આરામ, વધુ ફેરા:

મહિન્દ્રાની ટ્રૅક્ટર ટ્રેલર્સ ટ્રકસને બનાવાઈ છે સુરક્ષિત, થાક-રહિત ડ્રાઇવિંગ માટે, જેનાથી ડ્રાઇવર્સને સફર દરમિયાન વારંવાર રોકાવાની જરૂર નથી પડતી, ઓછા સમયમાં વધુ અંતર કાપે છે અને કામ વહેલું પૂરું થાય છે. આનાં પહોળાં વિન્ડશીલ્ડ અને મોટા રિઅર-વ્યૂ મિરર્સ બહેતર વિઝિબિલિટી અપાવે છે અને આની ઍન્ટી–લૉક બ્રેકિંગ સિસ્ટમ ઝડપી ગતિમાં પણ બ્રેક પર અચૂક નિયંત્રણને સુનિશ્ર્ચિત કરે છે.

ઉપયોગીતાઓ:

ટ્રૅક્ટર ટ્રેલર ટ્રક્સ જેવાં હૅંવી કમર્શિયલ વાહનોનો ઉપયોગ કન્સ્ટ્રકશન સામગ્રી, મશીનરી, સ્ટીલ, માર્બલનું વહન કરવા માટે તેમ જ કન્ટેર્ન્સ, ઑટો તથા ટુ-વ્હીલર કૅરિયર્સ, ઑઇલ અને ગૅસ ટ્રૅકટર્સના રૂપમાં અતિ ઉત્તમ રીતે કરવામાં આવે છે.

અવારનવાર પૂછાનારા સવાલો

મહિન્દ્રાની ટ્રૅક્ટર ટ્રેલર ટ્રકની જીવીડબ્લ્યુ ક્ષમતા 39500 કિલો, 45500 કિલો, 55000 કિલો છે.

એક ટ્રૅક્ટર ટેલર એક મોટી ટ્રક હોય છે જેના બે ભાગ હોય છે એક ટ્રૅક્ટર અને એક ટ્રેલર, જેમને મેટલ બાર્સ દ્વારા જોડવામાં આવે છે.

મહિન્દ્રા બ્લેઝો X 40 ટ્રૅક્ટર ટ્રેલર ભારતીય માર્કેટમાં રૂ. 29.34 લાખની પ્રારંભિક કિંમત પર ઉપલબ્ધ છે.

“ટ્રૅક્ટર ટ્રેલર’’ અને “18 વીલર’’ બન્ને એક સેમી - ટ્રક તથા તેના ટ્રેલરનું કૉમ્બિનેશન હોય છે. એ બન્ને ભેગા મળીને ટ્રૅક્ટર યુનિટની રચના કરે છે, જેને 18 વીલર પણ કહેવાય છે કારણકે એ વાહનમાં પૈડાંની સંખ્યા એટલી હોય છે.

મહિન્દ્રા બ્લેઝો X 55 ટ્રૅક્ટર ટ્રેલર આ ટ્રેલર ટ્રક 7200 CC નો પાવર, mPOWER 7.2 લીટર ફ્યુઅલ સ્માર્ટ એન્જિન ધરાવે છે કે જે 274 હૉર્સ પાવર, 1050 Nm ટૉર્ક સાથે જબરજસ્ત પરફૉર્મન્સ આપે છે.