અમારા પ્રયાસ

8

અમારી 'રાઈઝ' ફિલોસોફીને ચરિતાર્થ કરતાં મહિંદ્રા ટ્રક અને બસે ભારતીય ટ્રક ડ્રાઈવર સમુદાય પર પ્રકાશ પાડવા માટે સારથિ અભિયાનનો શુભારંભ કર્યો છે. આ અનોખો સીએસઆર પ્રકલ્પ ટ્રક ડ્રાઈવરો સાથે તેમના પરિવારને પણ સહયોગ કરે છે. સારથિ અભિયાનનો પ્રથમ તબક્કો વિખ્યાત મનને સ્પર્શી જતા સ્કોલરશિપ પ્રોગ્રામથી શરૂ થયો, જે ટ્રક ડ્રાઈવરોની પુત્રીઓને આપવામાં આવી, જેમાં 10મું પાસ કરીને આગળ ભણનારી પ્રતિભાશાળી બાલિકાઓને રૂ. 10,000ની સ્કોલરશિપ આપવામાં આવી. આ પહેલ તે તમામ ટ્રક ડ્રાઈવરોને એક રીતે અમારું નમન છે, જેમણે મુશ્કેલ સમયનો સામનો કરવા છતાં પોતાની પુત્રીઓને ભણાવી. આ તો હજુ શરૂઆત છે. સારથિ અભિયાન સાથે અમે આ સફરને ચાલુ રાખીને ટ્રક ડ્રાઈવરોનું ધ્યાન રાખવાના સંકલ્પને પૂરો કરીશું.

7

આશાથી બહેતર પ્રદર્શન. આ એક એવું પ્રદર્શન છે, જે મહિંદ્રા એન્ડ મહિંદ્રાને એક નવા યુગમાં લઈ આવ્યું છે. એક એવો યુગ છે જે ભારતીય પરિવહનને ઉત્કૃષ્ટતાની નવી ઊંચાઈઓને સ્પર્શવામાં મદદ કરે છે. આ જ પ્રદર્શન સાથે અમે મહિંદ્રા ટ્રાન્સપોર્ટ એક્સલન્સ એવોર્ડસની શરૂઆત કરી છે. આ એવોર્ડસ તે લોકો માટે છે જેમણે ભારતીય ટ્રક જગતમાં યોગદાન આપ્યું છે અને જે બહેતર પ્રદર્શન, ઉત્કૃષ્ટતા, નવીનતા અને બદલાવકારી નેતૃત્વને માન્ય અને સન્માનિત કરે છે. આ ફોરમ વર્ષભર ઉત્કૃષ્ટતા અને ઉલ્લેખનીય પ્રદર્શન બતાવવા માટે છે અને સંપૂર્ણ ઉદ્યોગને પ્રેરિત કરનારા માપદંડો નક્કી કરે છે.
વધુ માહિતી માટે, મહિન્દ્રા ટ્રાન્સપોર્ટ એક્સેલન્સ એવોર્ડ વેબસાઇટની મુલાકાત લો  Mahindra Transport Excellence Awards

6

યુવાઓને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં આવવા માટે પ્રોત્સાહિત કરવા તેમને સશક્ત બનાવીને હકારાત્મક બદલાવના એજન્ટ બનાવવાનું મહિંદ્રા ટ્રક અને બસનું લક્ષ્ય છે.

આ ઉદ્દેશોને પૂરા કરવા માટે અમે MPOWER નામે પ્રોગ્રામ વિચાર્યો અને બનાવ્યો છે- યુવા ટ્રાન્સપોર્ટ ઉદ્યમીઓ માટે એક વ્યવસ્થાપન વિકાસ કાર્યક્રમ. આ હરીફ ઉદ્યોગ માટે ઉત્તમ રીતે તૈયાર થાય અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અમે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- અમદાવાદ (IIM-A), ઈન્ડિયન મેરિટાઈમ યુનિવર્સિટી (IMU) અને અનંતારા સોલ્યુશન્સ પ્રા. લિ. જેવાં પોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત સંસ્થાનોને નોલેજ પાર્ટનર્સ બનાવી છે.

5

આ એક સામૂહિક લર્નિંગ પ્રોગ્રામ છે, જે ભારતીય ટ્રકિંગ ઉદ્યોગના અનુભવીઓ (મેન્ટર્સ)ને સશક્ત બનાવવા માટે બનાવવામાં આવ્યો છે. આ મંચ પર ઉદ્યોગ જગતને અનુભવી લોકો પરિવહનના મુદ્દા પર અન્ય ફ્લીટ માલિકો, નિષ્ણાત પ્રોફેશનલ્સ સાથે પોતાનો દ્રષ્ટિકોણ રાખી શકે છે અને IIM--A ફેકલ્ટી સાથે ચર્ચા કરી શકે છે અને ટ્રાન્સપોર્ટરોની ભાવિ પેઢીને માર્ગદર્શન કરે છે.

4

અમારું માનવું છે કે જ્યાં સુધી અમલ નહીં કરાય ત્યાં સુધી શિક્ષણ પૂરું થતું નથી. MPOWER વોરરૂમની પાછળ આ જ વિચાર છે. આ પ્રોગ્રામ થકી સહભાગી પ્રસ્તુતિ આપી શકે છે કે તેમણે પોતાના MPOWER લર્નિંગનો કઈ રીતે પ્રયોગ કર્યો અને પોતાના પારિવારિક ટ્રાન્સપોર્ટ વ્યવસાયને કઈ રીતે આગળ વધાર્યો. આ પ્રોગ્રામ સહભાગીઓને એકબીજાને અનુભવો પરથી શીખવા અને આપસમાં સંબંધ બનાવવાની તક આપે છે. તે પણ IIM·Aના સહયોગથી આયોજિત કરાય છે. હમણાં સુધી વોર રૂમની ત્રણ આવૃત્તિ થઈ ચૂકી છે, જેમાં લગભગ 66 સહભાગી બને.

3

આ પોતાની રીતે એક અનોખી પહેલ છે, જેમાં ગ્રાહકોને મહિંદ્રાને મહિંદ્રાના અત્યાધુનિક ચાકણ પ્લાન્ટની અનોખી સેર કરવાની તક આપવામાં આવે છે, જેથી તે સંપૂર્ણ ટ્રક નિર્માણ પ્રક્રિયા, ટેકનોલોજી અને ક્વોલિટી કંટ્રોલ જોઈ શકે, જે મહિંદ્રાના ટ્રક અને દમદાર પ્રદર્શનવાળાં મશીનો બનાવવામાં ખરેખર હોય છે.

કોર્પોરેટ સરનામું

રજીસ્ટર ઓફિસ

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

એપોલો બંદર, કોલાબા, મુંબઈ, મહારાષ્ટ્ર 400001.

મુખ્ય કાર્યાલય

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

મહિન્દ્રા ટાવર, 5th માળ, વિંગ 4 પ્લોટ નં. A/1, ચાકણ ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ IV, પોસ્ટ – નિખોજે ચાકણ, તાલ ઘેડ, જિ. - પુણે, મહારાષ્ટ્ર. પિન 410 501.

ટેલિફોન

1800 315 7799 (મિસ્ડ કોલ)
1800 200 3600 (ટોલ ફ્રી)

ઈમેઈલઃ

[email protected]
[email protected]