Mahindra Truck and Bus

મહિંદ્રા ટ્રક અને બસ ડિવિઝન વિશે

મહિંદ્રા ટ્રક અને બસ ડિવિઝન 20.7 બિલિયન યુએસ ડોલરવાળા મહિંદ્રા ગ્રુપની સંપૂર્ણ માલિકીની સંલગ્નિત કંપની અને તેનો હિસ્સો છે. તે ઈન્ટીગ્રેટેડ ટ્રકિંગ સમાધાનની સંપૂર્ણ લાઈન પ્રદાન કરે છે. વિભિન્ન કાર્યો માટે ખાસ કરીને ડિઝાઈન કરાયેલા ટ્રક બનાવીને અને ચાહે જે પણ કારોબારી જરૂરત હોય તેમાં અપેક્ષાથી વધુ પ્રદર્શન કરીને કંપનીએ પરફોર્મન્સને નવી બુલંદી આપી છે. ઉચ્ચ પરફોર્મન્સવાળાં વાહનો, જાગૃત આફ્ટર સેલ્સ સર્વિસ, એક્સટેન્ટેડ વોરન્ટી અને અન્ક અન્ય બ્રાન્ડ ફાયદા સાથે મહિંદ્રાએ ભારતીય ટ્રક ઉદ્યોગમાં નવું બેન્ચમાર્ક સ્થાપિત કર્યું છે.

મહિંદ્રા ટ્રક અને બસ ઈન્ટીગ્રેટેડ સમાધાનોની સંપૂર્ણ લાઈન પ્રદાન કરે છે, જે ગ્રાહકોને તુરંત ટર્ન અરાઉન્ડ સમય અને ભસોસા સાથે દરેક પાસામાં મહિંદ્રાની ઉત્કૃષ્ટતાના આશ્વાસન ફાયદા આપતા લાભ કમાવામાં મદદ કરે છે. એચસીવી ઉત્પાદ રેન્જ ‘Made in India, Made for India'ના દર્શન સાથે ભારતીય જરૂરતો માટે એન્જિનિયર્ડ કરાયેલી છે. એચસીવી સેગમેન્ટમાં મહિંદ્રા ટ્રક અને બસ ડિવિઝન 52,000થી વધુ ટ્રક માર્ગો પર ઉતારવાના આંકડાને સ્પર્શ કરી ચૂક્યો છે. કંપની 3.5 ટન GVWથી લઈને 55 ટન GVW સુધી કમર્શિયલ વાહન બજારના દરેક સેગમેન્ટમાં પર્ણ કરવાની પ્રક્રિયામાં છે, જેમાં કાર્ગો અને વિશેષ લોડ પ્રયોગોની વિભિન્ન જરૂરતો પૂરી કરનારા વિભિન્ન વેરિયન્ટ છે. મિડિયમ અને હેવી કમર્શિયલ વાહનોની નવી રેન્જનું ઉત્પાદન ચાકણના નવા ગ્રીન ફિલ્ડ પ્લાન્ટમાં થઈ રહ્યું છે. આ પ્લાન્ટ 700 એકરમાં ફેલાયેલો છે અને રૂ. 4000 કરોડથી વધુનું રોકાણ કરીને તે શરૂ કરાયો છે. અહીં મહિંદ્રાનાં અન્ય ઉત્પાદ પણ બનાવવામાં આવે છે. આ મહિંદ્રા ગ્રુપને એક સમન્વિત નિર્માણ સુવિધાનો ફાયદો આપે છે. કંપની 6 વર્ષ અથવા 6 લાખ કિમીની ટ્રાન્સફરેબલ વોરન્ટી આપે છે, જે આ ઉદ્યોગમાં પ્રથમ અને બહુ કિફાયતી AMC છે. ઉપરાંત ઓછો જાળવણી ખર્ચ અને દમદાર વીમા પેકેજ MCOVER.

LCV સેગમેન્ટમાં મહિદ્રા ટ્રક અને બસ ડિવિઝનનો બજાર હિસ્સો 9.4 % છે. પહેલાથી માર્ગ પર 2,00,000થી વધુ વાહનો સાથે આખા ભારતમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે તે તૈયાર છે. LCV રોડ વેહિકલ અને બસોની સંપૂર્ણ રેન્જનું ઉત્પાદન જહીરાબાદમાં મહિંદ્રા એન્ડ મહિંદ્રા લિ.ની ફેસિલિટીમાં થાય છે. મહિંદ્રા ટ્રક અને બસ ઝડપથી પોતાની આફ્ટર સેલ્સ સર્વિસ નેટવર્ક ફેલાવી રહી છે, જેમાં હાલમાં 100 3S ડીલરશિપ, 193 અધિકૃત સર્વિસ સેન્ટર, 39 M-Parts પ્લાઝા અને 2,000થી વધુ નેટવર્ક પોઈન્ટ્સ પર સ્પેર્સનું નેટવર્ક છે, જેથી મહત્ત્વપૂર્ણ ટ્રકિંગ માર્ગો પર ગ્રાહકોને બહેતર સપોર્ટ મળી શકે. કંપની પાસે ભારતની પ્રથમ બહુભાષી 24x7 હેલ્પલાઈન NOW છે, જેમાં ગ્રાહકો અને ડ્રાઈવરોને તુરંત સપોર્ટ પ્રદાન કરવા માટે ટેક્નિકલ એક્સપર્ટ તહેનાત છે. આ સપોર્ટ નેટવર્કની પહોંચ અને તત્પરતાને NOW મોબાઈલ સર્વિસ વેન અને મોબાઈલ વર્કશોપ્સ વધુ ધારદાર બનાવે છે.

અમારું લોકેશનઃ

ઉચ્ચ પ્રદર્શનવાળા મહિંદ્રા ટ્રકની પાછળ ઊભું છે તેટલું જ મજબૂત સર્વિસ નેટવર્ક. મહત્ત્વપૂર્ણ ટ્રકિંગ માર્ગો પર તમારી બહેતર પહોંચ માટે અમારા 2900થી વધુ સર્વિસ પોઈન્ટ્સ ઠે.

તેમનો નકશો અહીં જુઓઃ

http://www.now24x7.com/

 

અહીં લખોઃ

[email protected]

એક્સપર્ટ જોડે વાત કરોઃ

Expert on Call
કોર્પોરેટ સરનામું

રજીસ્ટર ઓફિસ

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

એપોલો બંદર, કોલાબા, મુંબઈ, મહારાષ્ટ્ર 400001.

મુખ્ય કાર્યાલય

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

મહિન્દ્રા ટાવર, 5th માળ, વિંગ 4 પ્લોટ નં. A/1, ચાકણ ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ IV, પોસ્ટ – નિખોજે ચાકણ, તાલ ઘેડ, જિ. - પુણે, મહારાષ્ટ્ર. પિન 410 501.

ટેલિફોન

1800 315 7799 (મિસ્ડ કોલ)
1800 200 3600 (ટોલ ફ્રી)

ઈમેઈલઃ

[email protected]
[email protected]