ટિપર ટ્રક

પરિસ્થિતીઓ ચાહે ગમે એટલી મુશ્કેલ કે વિપરીત હોય, મહિન્દ્રાની ટિપરને એ રીતે ડિઝાઇન કરાઈ અને બનાવાઈ છે કે દરેક મુશ્કેલીને પાર કરી શકે. મહિન્દ્રા ટિપરની ઊચ્ચ બૉડી ક્ષમતા ફ્યુઅલની કાર્યક્ષમતા સાથે કોઈ પણ બાંધછોડ કર્યા વગર ઊચ્ચ પ્રૉડક્ટિવિટીની ગૅરન્ટી આપે છે.

ફીચર્સ, વિવરણ, ઉપયોગીતાઓ અને ખાસ ખૂબીઓ (યુએસપી) :

વધુ માઇલેજ, વધુ પાર્સલ્સ, વધુ પ્રોફિટ:

મહિન્દ્રાની બ્લેઝો X નું સુદ્રઢ નિર્માણ, નેકસ્ટ-જેન ફીચર્સ અને બહેતર પ્રૉડક્ટિવિટી અપાવવા માટે સુધારિત કૅબિન તમને ગૅરન્ટી આપે છે ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા સાથે બહેતર પેલોડ ક્ષમતાની. એ વધુ ફ્યુઅલ પીધા વગર વધુ લોડ્સ અને અનાજનું વહન કરે છે.

વધુ કાર્યક્ષમતા જેથી તમે બચાવી શકો ફ્યુઅલ:

મહિન્દ્રાના હૅવી કમશિઁયલ સેગ્મેન્ટમાં આવતી ટિપર ટ્રક્સમાં mPOWER ફ્યુઅલ સ્માર્ટ એન્જિન અને મલ્ટિમોડ સ્વિચીઝ છે કે જે બેસ્ટ હોવાની સાથોસાથ વપરાશમાં એકદમ સરળ પણ છે. એને બનાવાઈ છે તમારા બિઝનેસને માઇલેજ અને પાવરમાં બીજાઓની સરખામણીમાં આગળ રહેવાનો ફાયદો અપાવવા માટે. એ પણ બસ એક બટન દબાવીને.

બનાવાઈ છે કન્સ્ટ્રકશનની બધી જરૂરિયાતો માટે:

ટિપરની ટ્રક્સ માઇનિંગ અને કન્સ્ટ્રક્શન કાર્યોમાં આની ઉપયોગીતામાં ઓર વધારો કરે છે. આની ફ્યુઅલ સ્માર્ટ સ્વિચિઝ તમને તમારા બિઝનેસની જરૂરિયાતો મુજબ જોરદાર માઇલેજ અને અનન્ય પાવરમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવાની સુવિધા આપે છે.

iMAXX ટેલીમૅટિક્સ દ્વારા તમારો બિઝનેસ શકય તેટલો વધારો:

તમે મહિન્દ્રા iMAXX ટેલીમૅટિક્સ ટેક્નોલૉજીને તમારી અંગત સહાયક માની શકો છો, કે જે તમને તમારાં વાહનો અને તમારા બિઝનેસ વિશે તાજી મહત્વની માહિતી પૂરી પાડે છે. એ તમને નિયમિત રીતે વિશ્લેષણ અને રિપૉર્ટ્સ આપીને તમારાં વાહનો અને બિઝનેસ પર 24/7 નજર રાખવા અને તેમને આગળ વધારવામાં મદદ કરે છે.

વધુ આરામ, વધુ ફેરા:

મહિન્દ્રા બ્લેઝો X ભારતમાં એક સૌથી આરામદાયક ટ્રક છે અને એમાં એવી ઘણી બધી વિશિષ્ટતાઓ છે જે દરેક સફરને સુરક્ષિત અને વધુ આરામદાયક બનાવે છે. આમા કાર-જેવી ડ્રાઇવર ઇન્ફર્મેશન સિસ્ટમ (IDS) પણ છે, જે તત્કાળ આધાર પર ડ્રાઇવરને વાહન સંબંધિત મહત્વની માહિતીઓના લેવલ્સની સાથોસાથ આ બ્રેક પ્રેશર, ટ્રિપ કિલોમીટર, કિલોમીટર દીઠ ડીઝલની ખપત, બૅટરી વોલ્ટેજ, સર્વિસ રિમાઇન્ડર્સ તેમ જ અન્ય મહત્વની વિગતો પણ પૂરી પાડે છે.

અવારનવાર પૂછાનારા સવાલો

મહિન્દ્રા બ્લેઝો X35 સૌથી સારી ટિપર ટ્રક છે અને એ એક અદ્વિતીય ક્વૉલિટીના કમર્શિયલ વાહન તરીકે ઓળખાય છે. આમા mPOWER 7.2 લિટરનું ફ્યુઅલ સ્માર્ટ એન્જિન છે કે જે અડચણ રહિત કામ કરવાની સુવિધા અપાવે છે.

બ્લેઝો x28 ટિપરનું જીવીડબ્લ્યુ 28000 કિલો છે અને બ્લેઝો X35 ટિપરનું જીવીડબ્લ્યુ 35000 કિલો છે.

મહિન્દ્રા ટિપર ટ્રક્સ રસ્તાના બાંધકામ, બાંધકામ સામગ્રી અને કોલસાના વહન માટે અતિ યોગ્ય છે.

મહિન્દ્રા બ્લેઝો X28 ટિપર 16 મી3 બૉક્સ બૉડી, 20 મી3 બૉક્સ બૉડી, 14 મી3 રૉક બૉડી સાથે 4250 મિમી વ્હીલબેઝમાં ઉપલબ્ધ છે. મહિન્દ્રા બ્લેઝો X 35 8X4 ટિપર 18 મી3 બૉક્સ બૉડી, 22 મી3 બૉક્સ બૉડી સાથે 5380 મિમી વ્હીલબેઝમાં ઉપલબ્ધ છે.